Home Current કચ્છ ભૂકંપથી ધ્રુજયું – ૪.૩ અને ૩.૧ ના જોરદાર આંચકા, મુંબઈ સહિત...

કચ્છ ભૂકંપથી ધ્રુજયું – ૪.૩ અને ૩.૧ ના જોરદાર આંચકા, મુંબઈ સહિત દેશ વિદેશમાંથી લોકોએ કર્યા ફોન

876
SHARE
કચ્છમાં હજીયે મોડે મોડે ભૂકંપનો ભય ઝળુંબી રહ્યો છે. તા/ ૧૮/ ૧૧ સોમવારના સાંજે ૭ અને ૧ મિનિટે આવેલા ૪.૩ ના જોરદાર આંચકાએ ફરી એકવાર કચ્છને ધ્રુજવી મૂક્યું છે. આ આંચકાને પગલે બહુમાળી મકાનમાંથી લોકો બહાર દોડી ગયા હતા. આંચકો એટલો જોરદાર હતો કે મોટાભાગના લોકોએ ધરતી ધ્રુજી હોવાનો અનુભવ કર્યો હતો. ભુજ, ભચાઉ, રાપર, અંજાર સહિત સમગ્ર જિલ્લામાં અનુભવાયેલા ભૂકંપના આ આંચકાથી ક્યાંયે કોઈ નુકસાનના સમાચાર નથી પણ, લોકોને ભૂકંપના આંચકાએ એક તબક્કે ગભરાવી મુક્યા હતા જોકે, હજીયે આ આંચકાના ભય માંથી લોકો માંડ બહાર આવે ત્યાં જ દોઢ કલાક પછી રાત્રે ૮/૩૦ વાગ્યે ફરી ભૂકંપનો બીજો આંચકો આવ્યો હતો બીજા આંચકાની તીવ્રતા ૩.૧ ની હતી. આમ, ઉપરા ઉપરી બે આંચકાને પગલે ઇલેક્ટ્રોનિક મીડીયા અને સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા ભૂકંપના સમાચારે લોકોને ચિંતામાં મૂકી દીધા હતા મુંબઈ સહિત દેશ વિદેશમાંથી કચ્છી માડુઓના ફોન કચ્છમાં ભૂકંપની માહિતી તેમજ પુછપરછ માટે રણકયા હતા.

ફરી વાગડ ફોલ્ટ સક્રિય, એક દિવસમાં ૩ આંચકા, જામનગરમાં ૧૫ દિ’માં ૨૪ આંચકા

સોમવારે એક જ દિવસમાં બે નહીં પણ ત્રણ આંચકાઓ થી કચ્છની ધરતી ધ્રુજી હતી સાંજે ૪.૩ ના આવેલા આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૨૩ કીમી દૂર જમીનની અંદર ૧૫.૪ કીમી ઊંડે હતું જ્યારે રાત્રે ૮/૩૦ વાગ્યે ફરી આવેલા ૩.૧ ના આંચકાનું અને સવારે ૯.૨૨ વાગ્યે ૨.૧ ના આંચકાનું કેન્દ્રબિંદુ દૂધઈ, ધરમપર (લોડાઈ) નજીક હતું. ૨૦૦૧ ના કચ્છમાં આવેલા ભૂકંપ સમયે આ જ વાગડ ફોલ્ટ એક્ટિવ હતો. જોકે, ભૂકંપ અને તેના કારણો ઉપર સરકાર દ્વારા સતત મોનીટરીંગ અને અભ્યાસ કરાઈ રહ્યો છે.